ગાંધીચોકથી શહેરના વિવિધ રૂટ ઉપર દોડશે સીટી બસ : મહાનગરપાલિકાના ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખા દ્વારા 78 સીટી બસ સ્ટોપ ઉભા કરવામાં આવશે મોરબી : લાંબા સમયથી મોરબી શહેરમાં સીટી બસ સેવાને ગ્રહણ લાગ્યું છે ત્યારે મહાનગર પાલિકાની ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખા દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા જાહેર જનતાની અવરજવર સરળ બનાવવા શહેરમાં સીટી બસ સેવા શરૂ કરવા નિર્ણય કરી પ્રારંભિક તબક્કે શહેરના ગાંધીચોકથી ભડીયાદ, મહેન્દ્રનગર, નાની વાવડી, શનાળા, રવાપર સહિતના વિસ્તારને સાંકળતી 30 સીટી બસ દસ રૂટ ઉપર દોડાવવા નક્કી કરી આ માટે ટેન્ડર પણ પ્રસિદ્ધ કર્યા છે.મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સીટી બસ સેવાનો શહેરના તમામ વિસ્તારને લાભ મળી રહે તે માટે ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખા દ્વારા પ્લાનિંગ કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ તબક્કામાં 30 બસોનો સમાવેશ કરવામાં આવેલ છે. જે મોરબી શહેરના અલગ અલગ રૂટ પર બસો મુકવામાં આવશે. જેમાં મોરબી શહેર હદ વિસ્તારનો મોટા ભાગનો અને મહત્વનો વિસ્તાર આવરી લેવામાં આવશે. જેને અનુરૂપ મોરબી શહેરના જાહેર માર્ગો પર બસ થોભવા માટેના અલગ અલગ જગ્યાએ જરૂરિયાત મુજબના બસ સ્ટોપ અને તેના માટેના રિકવેસ્ટ સ્ટોપ પણ બનાવવામાં આવશે. જેમાં કુલ 78 બસ સ્ટોપ અને 38 રિકવેસ્ટ સ્ટોપનો સમાવેશ કરવામાં આવ્યો છે. મહાનગર પાલિકાની સીટી બસ સેવા માટે ગાંધીચોકને કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે અને તમામ બસનું સેન્ટ્રલી સંચાલન ગાંધી ચોકથી થશેશહેરના આટલા રૂટ ઉપર દોડશે સીટી બસરૂટ 1 - ગાંધીચોકથી મહેન્દ્રનગર,રૂટ 2 - ગાંધી ચોકથી, જિલ્લા સેવા સદન, નજરબાગ અને ભડીયાદ,રૂટ 3 - ગાંધીચોકથી લીલાપર,રૂટ 4 - નવા બસ સ્ટેન્ડથી બાપાસીતારામ ચોક, રવાપર ચોકડી, ક્રિષ્ના સ્કૂલ, ઈડન ગાર્ડન, રામેશ્વર ચોકડી, આલાપ અને ત્યાંથી પરત નવા બસસ્ટેન્ડ,રૂટ 5 - ગાંધીચોકથી શકત શનાળા,રૂટ 6 - ગાંધીચોકથી અમરેલી,રૂટ 7 - ગાંધીચોકથી નાની વાવડી ગામ,રૂટ 8 - ગાંધીચોકથી પંચાસર રોડ, વાવડી ચોકડી, નવલખી ફાટક બ્રિજ, નવલખી રોડ, રેલ્વ સ્ટેશન, ગાંધી ચોકરૂટ 9 - નવા બસ સ્ટેન્ડથી, જુના બસ સ્ટેન્ડ રૂટ 10 - ગાંધીચોકથી સૌથી લાંબા 20 કિલોમીટરના રૂટમાં જુના બસસ્ટેન્ડ, કુબેરનગર, નવલખી ચોકડી, વાવડી ચોકડી, પંચાસર ચોકડી, દલવાડી સર્કલ, ઉમિયા સર્કલ, અવની ચોકડી, રવાપર ચોકડી, બોરિયાપાટી, લીલાપર ચોકડી, પાંજરાપોળ અને ત્યાંથી જેલરોડ થઇ બસ ગાંધીચોક આવશે.