મોરબી : મોરબીના ટીંબડી ગામના પાટિયા પાસે અશ્વમેઘ હોટલની પાછળ પાર્કીંગમાં આવેલ ચાની હોટલમાંથી મોરબી તાલુકા પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની ૩૦ નંગ બોટલ સાથે આરોપી લાલજીભાઇ કુકાભાઇ પાંચીયા, રહે. ભડીયાદ રોડ હરીઓમ સોસાયટી મોરબી મુળ રહે. રાતાવીરડા વાળાને અટકાયતમાં લઈ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.