ઘેટાના ઊન કાપવા આવેલા ડીસાના 3 યુવકો તળાવમાં ડૂબ્યા: 2 યુવકોનો આબાદ બચાવ, 25 વર્ષીય યુવાનનો મૃતદેહ બહાર કઢાયોહળવદ : મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે એક ગમખ્વાર ઘટના સામે આવી છે. ગામના પાદરમાં આવેલા તળાવમાં ન્હાવા પડેલા 3 યુવકો ડૂબ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ દુર્ઘટનામાં 2 યુવકોને સ્થાનિકો દ્વારા આબાદ બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 1 યુવકનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે.મળતી માહિતી મુજબ, ડીસા શહેરના ગંજીવાસ વિસ્તારમાં રહેતા યુવકો ઘનશ્યામપુર ગામે માલધારીઓના ઘેટાના વાળ (ઊન) કાપવા માટે આવ્યા હતા. બપોરના સમયે માલધારીઓના વાડામાં ઘેટાના વાળ કાપવાની કામગીરી પૂર્ણ કર્યા બાદ ભારે ગરમી હોવાના કારણે ત્રણેય યુવકો બાજુમાં આવેલા તળાવમાં ન્હાવા માટે ગયા હતા. તળાવમાં ન્હાતી વખતે ત્રણેય યુવકો અચાનક ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. આ ઘટના દરમિયાન તળાવમાં ડૂબી રહેલા યુવકોમાંથી 2 યુવકોનો આબાદ બચાવ થયો છે, જેમાં અરમાનભાઈ કુરેશી અને સાબીરભાઈ કુરેશી નામના વ્યક્તિઓ સુરક્ષિત રીતે બચી ગયા છે. જ્યારે મોહમ્મદભાઈ ફકીર (ઉંમર વર્ષ 25) નામના યુવાનનું પાણીમાં ડૂબી જવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. મૃતક મોહમ્મદભાઈ ફકીરનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.#MorbiUpdate #Halvad #MorbiNews #BreakingNews #AccidentNews #HalvadNews #Deesa #GujaratNews