મોરબી : મોરબી જિલ્લાના સૌથી મોટા અને મોરબીવાસીઓની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમમાં સતત વરસાદના પગલે પાણીની આવક નોંધાઇ છે. હાલમાં ડેમના અધિકારીઓના જણાવ્યા મુજબ મચ્છુ 2 ડેમમાં 3150 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. ડેમની કુલ જીવંત જળ સપાટી 33 ફૂટ છે. તેમાંથી હાલ 21 ફૂટ ડેમ ભરાય ગયો છે. જ્યારે મચ્છુ 2 ડેમની કુલ જળ સંગ્રહ ક્ષમતા 3100 એમસીએફ્ટીની છે અને હાલ ડેમમાં 1271 એમસીએફ્ટી પાણીનો જથ્થો એકત્રિત થયો છે. અને હજુ ધીમી ધારે ડેમમાં નવા પાણીની આવક ચાલુ છે.