કિન્નર સંચાલિત ગૌ શાળામાં મદદ માટે લગાવેલી ગુહાર ભામાશાઓએ ઝીલી : હજુ પણ અનુદાનનો ધોધ ચાલુ જ, મળેલા અનુદાનથી ગૌ શાળામાં શેડ પણ બનાવી લેવાશેહળવદ : હળવદ શહેરના ભવાની ઢોરા વિસ્તારમાં રહેતા કિન્નરો દ્વારા ગૌશાળા બનાવવામાં આવી છે અને કિન્નરો લોકો પાસેથી ભિક્ષાવૃત્તિ કરીને આ ગૌશાળાનો સંપૂર્ણ નિભાવ કરે છે કિન્નરો 70 જેટલી ગાયોને ઘાસચારો પૂરો પાડીને ગાયોને સાચવાની સેવાપ્રવૃત્તિ કરે છે.દરમિયાન ગઈકાલે દિવાળીની રાત્રે કિન્નરોએ ગૌશાળાના નિભાવ માટે માગી માંગીને ભેગો કરેલો ઘાસચારો સળગતું રોકેટ માથે પડતા સળગી ગયો હતો. જોકે કિન્નરો દ્વારા ગૌશાળામાં મદદ માટે લગાવેલી ગુવારમાં માત્ર એક જ દિવસમાં ત્રણ લાખનું દાન અને 11 ગાડી ઘાસચારો ભામાશાઓએ આપ્યો છે.કિન્નરોએ ગાયો માટે મહામહેનતે લોકો પાસેથી દાન લઈને ભેગો કરેલો ઘાસચારાનો મોટો જથ્થો સળગતુ રોકેટ માથે પડતા સળગી ગયા બાદ આ ગાયોનો નિભાવ કેમ કરવો તેની મોટી મુસીબત કિન્નરો માથે આવી પડી હતી. આથી કિન્નરોએ તુરંત જ ગૌશાળાની ગાયોનો નિભાવ કરવા માટે લોકો સમક્ષ દાન કરવાની અપીલ કરી હતી. જેથી હળવદના અને અન્ય તાલુકાના સંવેદનશીલ તમામ લોકોએ ગાયો માટે દાન આપવા માટે આગળ આવી ઉદારતા દાખવી હતી.આથી આ ઘટનાને 24 કલાક પુરા થાય તે પહેલાં જ લોકોએ ખોબલે ખોબલે દાન આપતા ગાયોના નિભાવ માટે રૂ.3 લાખથી વધુની રોકડ એકત્ર થઈ ગઈ હતી અને 11 ગાંડી ઘાસચારો પણ આ ગૌશાળાને અર્પણ કરવામાં આવ્યો હતો.જે ઘાસચારો સળગી ગયો એના કરતાં પણ ત્રણ ગણો ઘાસચારો એકત્ર થઈ ગયો છે.અને હજુ પણ આ ગૌશાળામાં ઘાસચારો અને દાનની સરવાણી વહેતી રહી છે.આથી કિન્નરોએ તન મન ધનથી સહકાર આપનાર તમામ લોકોનો આભાર માન્યો છે.