યુવતીના પરિવારના 8 થી 10 વ્યક્તિઓ સામે બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ કુબેર સિનેમા, ત્રાજપર ખારી વિસ્તારમાં એક યુવક અને યુવતીએ મૈત્રી કરાર કરી લેતા યુવતીનો પરિવાર ઉશ્કેરાયો હતો અને યુવતીના પરિવારના 10 જેટલા વ્યક્તિઓએ યુવાનના ઘરે જઈ તોડફોડ કરીને યુવાનના પરિવારના ત્રણ વ્યક્તિનું અપહરણ કરીને જીવલેણ હુમલો કર્યો હતો. આ બનાવની ફરિયાદ નોંધાતા બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં કુબેર સિનેમા નજીક રહેતા અવિનાશભાઈ ભુપતભાઈ અગેચણીયાએ તે જ વિસ્તારમાં રહેતા આરોપી સુરેશભાઈ અમરસીભાઈ સારલા, નરેશભાઈ, રવિભાઈ, હાર્દીકભાઈ, સુરેશભાઈના પત્ની મધુબેન, અશોકભાઈના દીકરો પારસ એક અજાણ્યા સ્ત્રી -પુરુષ મળીને 8 થી 10 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદીને આરોપી સુરેશભાઈ અમરસીભાઈ સારલાની દીકરી સાથે પ્રેમ સંબધ હોય અને બંને મૈત્રી કરાર કરી સાથે રહેતા હોવાથી આ બાબતનો ખાર રાખીને આરોપીઓએ એક સંપ કરીને લાકડાના ધોકા જેવા જીવલેણ હથિયારો ધારણ કરી ફરિયાદીને ઘરે જઈને તોડફોડ કરીને આંતક મચાવ્યો હતો. તેમજ ફરિયાદી અવિનાશભાઈના કાકા રાજેશભાઈને માથામાં તલવારનો ઘા મારી ઈજા કરી તથા ફરિયાદી અવિનાશભાઈ તથા સાહેદ સોનાલીબેનને ઘરમાંથી બળજબરીથી અર્ટીગા ગાડીમાં અપહરણ કરી વીડી જેવી ખુલ્લી જગ્યામાં લઇ જઈ ફરિયાદી અવિનાશને કારમાંથી નીચે ઉતારી આરોપીઓએ પગમાં ઉંધી તલવાર મારી તથા ફરિયાદી અવિનાશના પગમાં મોટો પથ્થરનો ઘા મારી ફેકચર કરી જીવલેણ ગંભીર ઈજા કરી હતી. તેમજ સાહેદ સાગરભાઈનું તેના મિત્રના રહેણાંક મકાનેથી બળજબરીથી આઈ ટ્વેંટી કારમાં અપહરણ કરી વીડી જેવી જગ્યાએ લઇ જઈ સાહેદ સાગરભાઈને પણ આરોપીઓએ લાડકાના ધોકા વડે તથા ઢીકાપાટુંનો માર મારી ઈજા કરી ફરીયાદી અવિનાશભાઈ તથા સોનાલીબેન અને સાહેદને લખધીર પુર રોડ પાસે કારમાંથી ફેકીને ફરાર થઈ ગયા હતા. આ બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.