DataRakshak AI,Customity: Your Vision Crafted to Perfection AI, અને Katha Chitra પ્રોજેક્ટ માટે ₹20,000 ની ગ્રાન્ટ મંજૂરમોરબી અપડેટ : મોરબી સ્થિત OSEM GSEB સ્કૂલના 6 વિદ્યાર્થીઓએ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની પ્રતિષ્ઠિત Student Startup & Innovation Policy (SSIP 2.0) હેઠળ નોંધપાત્ર સફળતા મેળવીને શાળા તેમજ સમગ્ર મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે. વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા 3 ઇનોવેટિવ પ્રોજેક્ટ્સની પસંદગી કરવામાં આવી છે અને દરેક ટીમને ₹20,000 ની ઇનોવેશન ગ્રાન્ટ એનાયત કરવામાં આવી છે.પસંદગી પામેલા પ્રોજેક્ટ્સ અને વિદ્યાર્થીઓ:• DataRakshak AI: રોમિલ કરાઠિયા અને સુહાની કરાઠિયા• Customity: Your Vision Crafted to Perfection AI: જય બોડા અને રાજા પવાર• Katha Chitra: કિશન કંજારીયા અને દિવ્યમપરી ગોસાઈવિદ્યાર્થીઓની સર્જનાત્મકતા ભારતનું ઉજ્જવળ ભવિષ્ય ઘડશેઆ વિશેષ સિદ્ધિ પ્રસંગે OSEM ગ્રુપના પ્રમુખ સુમંત પટેલે તમામ વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, 'વિદ્યાર્થીઓની નવીન વિચારસરણી અને સર્જનાત્મકતા જ ભારતનું ઉજ્જવળ ભવિષ્ય ઘડશે. OSEM હંમેશાં વિદ્યાર્થીઓને નવીનતા, સંશોધન અને સ્ટાર્ટઅપ સંસ્કૃતિ માટે પ્રોત્સાહિત કરતું રહેશે.'આ ઉપરાંત શાળાના પ્રિન્સિપાલ સના કાઝીએ પણ સફળતા મેળવનાર વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ અને માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન પાઠવી આ સિદ્ધિને સમગ્ર OSEM પરિવાર માટે અત્યંત ગૌરવની ક્ષણ ગણાવી હતી.#MorbiUpdate #MorbiNews #OSEMSchool #SSIP20 #StudentStartup #InnovationGrant #MorbiStudents #GujaratEducation #Morbi