ચાડધ્રાની બ્રાહ્મણ નદીના પટ્ટમાં ખાણખનીજ અધિકારી વાઢેરની ટીમનો સપાટો 1.10 કરોડના વાહનો પોલીસને સોંપી અપાયામોરબી : મોરબી ખાણખનીજ વિભાગ દ્વારા હળવદ તાલુકાના ચાડધ્રા ગામની બ્રાહ્મણી નદીના પટ્ટમાં લાંબા સમયથી ચાલતી રેતી ચોરી મામલે સપાટો બોલાવી એક લોડર અને ત્રણ ડમ્પર સહિત રૂપિયા 1.10 કરોડના વાહનો કબ્જે કરી હળવદ પોલીસને સોંપી આપી કરો દંડ ફટકારવા કાર્યવાહી હાથ ધરતા રેતમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.મોરબી ખાણખનીજ વિભાગના અધિકારી જે.એસ.વાઢેરની સૂચનાથી રોયલ્ટી ઇન્સ્પેકટર આર.કે.કણસાગરા, માઇન્સ સુપરવાઈઝર એમ.આર.ગોજીયા, સર્વેયર યુ.જી.સુવા સહિતની ટીમે હળવદ તાલુકાના ચાડધ્રા ગામે બ્રાહ્મણી નદીના પટ્ટમાં દરોડો પાડી રેતી ચોરી કરતા લોડર નંબર જીજે-36-એસ-2642, ડમ્પર નંબર જીજે-36-એક્સ-1928, ડમ્પર નંબર જીજે-36-વી-9318 અને ડમ્પર નંબર જીજે-36-એક્સ-9317 મળી કુલ રૂપિયા 1.10 કરોડના વાહનો કબ્જે કરી હળવદ પોલીસને સોંપી આપી તમામ વિરુદ્ધ આકરો દંડ વસૂલવા કાર્યવાહી કરી હતી.