મોરબી: ટેક્નિકલ કારણોસર, તારીખ 18 ઑક્ટોબર, 2025ના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે દોડતી 3 ડેમુ ટ્રેનો રદ કરવામાં આવી છે. આ રદ કરવામાં આવેલી ડેમુ ટ્રેનોની વિગત મુજબ 1) ટ્રેન સંખ્યા 79447 વાંકાનેર-મોરબી ડેમુ, જે વાંકાનેરથી સાંજે 19:00 વાગ્યે ઊપડે છે, તે રદ રહેશે.2) ટ્રેન સંખ્યા 79448 મોરબી-વાંકાનેર ડેમુ, જે મોરબીથી રાત્રે 20:00 વાગ્યે ઊપડે છે, તે રદ રહેશે.3) ટ્રેન સંખ્યા 79451 વાંકાનેર-મોરબી ડેમુ, જે વાંકાનેરથી રાત્રે 21:30 વાગ્યે ઊપડે છે, તે રદ રહેશે.રેલવેના મુસાફરોને વિનંતી છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રાનું આયોજન કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ માહિતી અને અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in પર અવલોકન કરે, જેથી કોઈ પણ પ્રકારની અસુવિધાથી બચી શકાય.