મોરબી : મોરબીના ભળીયાદ ગામની સીમમાં શ્રી રામ નળીયાના કારખાનાની ઓફિસમાં ચાલતા જુગાર ઉપર તાલુકા પોલીસની ટીમે દરોડો પાડી જુગાર રમતા મનસુખભાઇ જીવરાજભાઈ આદ્રોજા ઉ.વ. 64, પ્રકાશભાઇ રજનીકાંતભાઈ પરમાર ઉ.વ. 32 અને જયેશભાઇ ગોપાલભાઈ રાઠોડ ઉ.વ.41ને રૂ. 76,200ની રોકડ સાથે ઝડપી પાડી તેઓની સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.