એલસીબી મોરબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડી 61,000 ના મુદામાલ કબ્જે કર્યો હળવદ (મોરબી અપડેટ) : મોરબી એલસીબીની ટીમે હળવદના ચરાવડા ગામે ટ્રાવેલ્સની ઓફિસમાં જુગાર રમતા ત્રણ આરોપીઓને ઝડપી પાડી 61,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.મળતી માહિતી મુજબ એલસીબી ટીમને બાતમી મળી હતી કે, હળવદ તાલુકાના ચરાડવા ગામે બસ સ્ટેન્ડ પાસે આવેલી ટ્રાવેલ્સની ઓફિસમાં બહારથી માણસો બોલાવીને જુગાર રમાડવામાં આવી રહ્યો છે. જેના આધારે એલસીબી અને પે્રોલિંગ સ્કવોડની ટીમે ચરાડવા ગામે સ્થળ પર રેડ કરી હતી. દરોડા દરમિયાન ટ્રાવેલ્સની ઓફિસમાં ગંજીપાતાના પાના અને પૈસા વડે તિન પત્તીનો હારજીતનો જુગાર રમી રહેલા 03 શખ્સોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે પકડાયેલા શખ્સો પાસેથી રોકડા રૂપિયા 61,000 ના મુદામાલ સહિત ગંજીપાતાના પાના જપ્ત કર્યા હતા. તેમજ ત્રણ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.ઝડપાયેલા આરોપીઓ • વિજયભાઈ છગનભાઈ મકાસણા (રહે. ચરાડવા, તા.જિ.મોરબી) • રફીકભાઈ હારુણભાઈ મોવર (રહે. માળીયા મિયાણા, માતમના ઓટા પાસે, જિ.મોરબી) • દિલીપભાઈ અરવિંદભાઈ સોનગ્રા (રહે. ચરાડવા પ્લોટ વિસ્તારમાં, તા.હળવદ, જિ.મોરબી)#Morbi #MorbiUpdate #LCBMorbi #Halvad #Charadva #GamblingRaid #PoliceAction #MorbiNews #GujaratPolice