ધરમપુર રોડ પરથી બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસે ત્રણેય આરોપીઓને પકડી પડાયા વાંકાનેર (મોરબી અપડેટ): વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રીએક્ટર ચોરીના ગુનામાં છેલ્લા પોણા 2 વર્ષથી નાસતા ફરતા 3 આરોપીઓને મોરબી તાલુકા પોલીસે ઝડપી લીધા છે. પોલીસને બાતમી મળી હતી કે ચોરીના ગુનાના આરોપીઓ ધરમપુર રોડ પર સુરાપુરા દાદાના મંદિર પાસે ઉભા છે. જેના આધારે પોલીસે સ્થળ પર પહોંચી ત્રણેય શખ્સોને પકડી પાડ્યા હતા. હાલ ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનને સોંપવા તજવીજ હાથ ધરી છે.પકડાયેલ આરોપીઓ: • અરવિંદભાઈ બચુભાઈ વિરમગામીયા (ઉ.વ. 33, રહે. વીસીપરા મદીના સોસાયટી, મોરબી) • વનરાજભાઈ દેવરાજભાઈ કુંઢીયા (ઉ.વ. 20, રહે. લીલાપર ચોકડી, મોરબી) • કાટીયો ઉર્ફે અશોકભાઈ નરસીભાઈ વિરમગામીયા (ઉ.વ. 35, રહે. મફતીયાપરા, મોરબી)#Morbi #MorbiUpdate #MorbiPolice #Wankaner #CrimeNews #GujaratPolice