વાંકાનેર : વાંકાનેર તાલુકાના લીંબાળા ગામની સીમમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી આઠ શખ્સોને રૂ.૧૧,૩૨,૬૫૦ ની માલમતા સાથે ઝડપી લેતા ચકચાર જાગી છે. જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન વાંકાનેર પોલીસે લીંબાળા ગામની સીમમાં વાડી વિસ્તારમાં દરોડો પાડી જુગાર રમતા (૧) ઇરફાનલાઇ હનીકભાઇ બ્લોચ (ર) જાવીદખાન ફકીરમોહમદભાઇ આંકુબજાદા (૩) ચતુરભાઇ માનસીંગભાઇ મેટાળીયા (૪) સરફરાજભાઇ હબીબભાઇ સેતા (૫) હુશેનભાઇ વલીમોહમદભાઇ શેખાણી (૬) વિપુલભાઇ રમેશભાઇ ચૌહાણ (૭) નીલેષભાઇ જેસીગભાઇ સોંલકી (૮) વિનોદભાઇ ચંદુભાઇ અધારા નામના આઠેય શખ્સોને ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન પોલીસે રોકડા રૂપિયા ૮૧,૬૫૦, મોબાઇલ નંગ - ૫ કિ.રૂ ૨૧,૦૦૦ તથા વાહન કી.રૂ ૧૦,૩૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૧૧,૩૨,૬૫૦ નો મુદામાલ કબ્જે લઈ આઠેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો દાખલ કર્યો હતો. દરોડાની આ સફળ કામગીરી પીઆઇ બી.ટી.વાઢીયા, પીએસઆઇ આર.પી.જાડેજા, હેડ.કોન્સ.રાજેન્દ્રસિંહ હઠીસિંહ જાડેજા, એ.એસ.આઇ એન.એન.પારધી, પો.કોન્સ. વિરેન્દ્રસિંહ ઝાલા, પોકોન્સ અરવિદભાઇ ઓળકીયા, પો. કોન્સ.બ્રિજરાજસિંહ વાળા, પો.કોન્સ. જયપાલસિંહ પરમાર તથા પો.કોન્સ. હરેશભાઇ આગલ સાહિતનાઓએ કરી હતી.