ભયંકર આગને કાબુમાં લેવા રાજકોટના ચાર, વાંકાનેર અને મોરબીના એક - એક ફાયર ફાઇટરથી પાણીનો મારો વાંકાનેર : વાંકાનેર તાલુકાના મેસરિયા ગામ નજીક આવેલ ગાદલાના ફોર્મ બનાવતી ફેકટરીમાં ભીષણ આગ લાગતા કરોડોનું નુકશાન થયું હોવાની પ્રાથમિક વિગતો સાંપડી રહી છે. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મેસરિયા ગામ નજીક આવેલી ગાદલાના ફોર્મ બનાવતી રિયલ ફોર્મ પ્રાઇવેટ લિમિટેડ નામની ફેકટરીમાં આગ લાગતા પળવારમાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. આગને કાબુમાં લેવા રાજકોટથી ચાર ફાયર ફાઇટર અને વાંકાનેર અને મોરબી નગરપાલિકાના એક - એક ફાયર ફાઇટરની મદદ લેવાતા કલાકોની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. વધુમાં રિયલ ફોર્મ ફેકટરીમાં લાગેલી આગમાં ફેકટરીના શેડ અને ગોડાઉન સંપૂર્ણ ખાખ થઈ ગયા હતા જો કે મશીનરી પ્લાન્ટમાં નુકશાન થયું નથી અને સદનસીબે કોઈ જાનહાની પણ થઈ નથી [gallery size='full' td_select_gallery_slide='slide' ids='29576,29579,29580,29578,29577']