મૂલ્યનિષ્ઠ રાજનેતા, કવિ, પત્રકાર, વક્તા અને સંઘના પ્રચારક તરીકેની ઉમદા ભૂમિકા ભજવનાર અટલજીની વિદાયથી દેશભરમાં શોક મોરબી : દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીની ચીરવિદાયથી સમગ્ર દેશમાં શોક છવાયો છે. મૂલ્યનિષ્ઠ રાજનેતા, કવિ, પત્રકાર, વક્તા અને સંઘના પ્રચારક તરીકેની ઉમદા ભૂમિકા ભજવનાર અટલજીની વિદાયથી દેશને મોટી ખોટ પડી છે. વિપક્ષ પણ જેમનું સંબોધન સંભળવા આતુર રહેતું તે અટલજી રાજનેતા સાથે અતિ સંવેદનશીલ મહામૂલ્ય માનવી પણ હતા. તેઓ કવિ હદય હોવા છતાં જરૂર પડ્યે પોખરણમાં ધડાકો કરાવીને સમગ્ર દુનિયાને ભારતની શક્તિનો પરચો પણ આપ્યો હતો. સ્વ. અટલજીના નિધન બાદ મોરબી શહેરની અનેક કચેરીઓ , સંસ્થાઓ અને અગ્રણીઓએ સંસ્મરણો વાગોળીને તેમને શ્રધાંજલિ પાઠવી હતી. જિલ્લા કલેક્ટર કચેરીમાં રાષ્ટ્રધ્વજને અડધી કાંઠીએ ફરકાવવામાં આવ્યો પૂર્વ વડાપ્રધાન અટલજીના નિધનથી આગામી ૨૨મી ઓગસ્ટ સુધી રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. જેના પગલે આજે જિલ્લા કલેકટર કચેરીએ રાષ્ટ્રધ્વજને અડધી કાંઠીએ ફરકાવવામાં આવ્યો હતો. સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલજીને શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી હતી. મહેન્દ્રનગર ચોકડી વેપારી વર્તુળ દ્વારા શ્રધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો મહેન્દ્રનગર ચોકડી વેપારી વર્તુળ દ્વારા આજે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીનો શ્રધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં વેપારીઓ અને આસપાસના રહેવાસીઓ મોટી સંખ્યામાં હજાર રહ્યા હતા. ઉપસ્થિત લોકોએ ૫ મિનિટ મૌન પાડીને સ્વ. અટલજીને શ્રધાંજલિ પાઠવી હતી. બીએસએનએલના કર્મચારીઓ શ્રધાંજલિ અર્પિ મોરબીની બીએસએનએલ કચેરી ખાતે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીનો શ્રધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બીએસએનએલના કર્મચારીઓએ મૌન પાડીને ભારતરત્ન અટલ બિહારી વાજપાયીને શ્રધાંજલિ અર્પિ હતી. સરસ્વતી શિશુ મંદિર પરિવારના આચાર્યો તથા સ્ટાફે અટલજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી સરસ્વતી શિશુમંદિર - શકત શનાળા ખાતે આજે ભારતરાષ્ટ્રના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. શિશુમંદિર પરિવારના આચાર્યો તથા અન્ય સ્ટાફે એકત્રિત થઈને સમૂહમાં ભારત રત્ન અટલજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાથે સાથે વાજપેયીજીના જીવનપુષ્પોની વાતો વાગોળી હતી. તેને અનુસંધાને વિદ્યાલયના નિયામક સુનિલભાઈ પરમાર દ્વારા યોગ અને અધ્યાત્મ વિષય પર ચર્ચા કરી.