મોરબી : મોરબી દરબારગઢ નજીક આવેલા બહેનોના સ્વામિનારાયણ મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ હિંડોળા દર્શનનું સુંદર આયોજન કરાયું છે અને દરરોજ અવનવા શણગારો સાથે હિંડોળા સજાવવામાં આવી રહ્યા છે. મોરબીના બહેનોના સ્વામિનારાયણ મંદિર ખાતે દર વર્ષે અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ દરમિયાન હિંડોળા દર્શન યોજવામાં આવે છે, છેલ્લા સાત વર્ષથી યોજાતા આ હિંડોળા દર્શનમાં આ વર્ષે પણ નવીનતમ શણગારો સાથે હિંડોળા સજાવવામાં આવી રહ્યા છે. જેમાં છેલ્લા ૧૫ દિવસમાં અવનવા શણગારો હોય છે, આ વર્ષે તારીખ ૧૩ ઓગષ્ટથી ૨૮ ઓગષ્ટ દરમિયાન બેનમુંન હિંડોળા દર્શન યોજાયા છે જેમાં સા.બા. રાજકુંવરબા ઉષાબા તથા તેમના ત્યાગી સેવકગણ દ્વારા અદભુત હિંડોળા દર્શનનો શણગાર કરવામાં આવે છે અને હરિભક્ત ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં આ દર્શનનો લાભ લઇ રહ્યા છે. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='29174,29175,29176,29177']