વાંકાનેર તાલુકાના અરણીટીંબાના ગામના વ્યાજખોર પિતા પુત્ર વિરુદ્ધ બે અલગ અલગ ફરિયાદ દાખલ : હવામાં ભડાકા કર્યાવાંકાનેર : વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામના વ્યાજખોર પિતાપુત્રએ કટકે કટકે આપેલ રૂપિયા એક લાખનું જમીન વેચાવી નાખી 29.49 લાખ વ્યાજ વસુલ કરવાની સાથે અન્ય એક પઠાણી વ્યાજ વસૂલાતના કિસ્સામાં વ્યાજ અને મૂડી સહિતની રકમ ચૂકવી દેવા છતાં 3000 બળજબરીથી વસુલ કરી હવામાં રિવોલ્વરથી ભડાકા કરતા બન્ને કિસ્સામાં વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નાણાં ધીરધાર અને આર્મ્સ એક્ટ સહિતની કલમો મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.ચામડાતોડ વ્યાજખોરીના કિસ્સા અંગેની પ્રથમ કિસ્સાની વિગતો જોઈએ તો વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે રહેતા મેહુલભાઇ રાયસીંગભાઇ પરમાર નામના યુવાને વ્યાજખોર ધર્મેન્દ્રસિંહ વખતસિંહ ઝાલા અને જયદિપસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા રે.બન્ને અરણીટીંબા વાળા પાસેથી વર્ષ 2016માં 40 હજાર અને વર્ષ 2021માં 60 હજાર મળી કુલ એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા બાદમાં વ્યાજખોરોએ હિસાબ કરી મેહુલભાઈ પાસે વ્યાજના અને મુડીના 29.49 લાખ ચૂકવવા માટે જણાવી મેહુલભાઈની જમીન રૂપિયા 79 લાખમાં પોતાના જ કોઈ પરિચિતને વેચાણ કરાવી નાખી વ્યાજ અને મુડલના 29.49 લાખ કાપી માત્ર રૂપિયા 34 લાખ જ આપી વ્યાજખોરી અંગે ક્યાંય વાત ન કરવા ધમકી આપતા મેહુલભાઈએ બન્ને પિતાપુત્ર વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ચોંકાવનારી ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ 384, 504, 506(2), 114 તથા ગુજરાત નાણાની ધીરધાર કરનાર બાબતનો અધીનિયમ મુજબ ગુન્હો નોંધ્યો છે.જયારે વ્યાજખોરીના બીજા કિસ્સામાં અરણીટીંબા ગામના રીટાબેન ગોરધનભાઇ માંડવીયા ઉ.23 નામના પરિણીતાએ આરોપી ધર્મેન્દ્રસિંહ વખતસિંહ ઝાલા અને જયદિપસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા રે.બન્ને અરણીટીંબા તા.વાંકાનેર વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમના પતિ ગોરધનભાઈએ વર્ષ 2024માં આરોપીઓ પાસેથી મહિને પાંચ ટકા વ્યાજ લેખે 20 હજાર લીધા બાદ વ્યાજ સહિત 36000 ચૂકવી દેવા છતાં આરોપીઓએ વધારાના 3000વ્યાજ પડાવવા ધમકી આપી રીટાબેનના ઘર પાસે કારમાં આવી રિવોલ્વરમાંથી ફાયરિંગ કરી જાનથી મારી નાખવા ધામકી આપી હતી. બનાવ અંગે રીટાબેનની ફરિયાદને આધારે આરોપીઓ વિરુદ્ધ પોલીસે આઇપીસી કલમ 384, 504, 506(2), 114 તથા ગુજરાત નાણાની ધીરધાર કરનાર બાબતનો અધીનિયમ અને આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..