હળવદ : હળવદ તાલુકાના ટીકર ગામેથી એસઓજી ટીમે એક શખ્સને ગેરકાયદે બંદૂક સાથે ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. મોરબી જિલ્લા પોલીસ ડો.કરનરાજ વાઘેલા દ્વારા મોરબી જિલ્લામાં ગેર કાયદેસર હથિયાર રાખતા ઇસમો શોધી કાઢવા સુચના મળતા મોરબી એસ.ઓ.જી.સ્ટાફ પ્રયત્નશીલ હતો દરમિયાન મોરબી એસ.ઓ.જી.પો.ઈન્સ. એસ.એન.સાટી માર્ગદર્શન હેઠળ મોરબી એસઓજી. સ્ટાફ હળવદ તાલુકા વિસ્તારમાં પેટ્રોલી‘ગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ.કિશોરભાઇ મકવાણા તથા ભરતસિંહ ડાભીને મળેલ ખાનગી હકિકત આધારે હળવદ તાલુકાના ટીકર ગામે એક ઇસમ પાસે ગેરકાયદે હથિયાર હોવાની બાતમી મળી હતી. જેને પગલે ટીકર ગામે પ્રાથમિક શાળા પાસેથી આરોપી બચુભાઇ મોહનભાઇ રાણેવાડિયા ઉવ.૫૦ રહે.નવાપરા પ્રાથમિક શાળા પાસે ટીકર તા.હળવદ, જિલ્લો મોરબી વાળાને ગેરકાયદેસર દેશી બનાવટની મઝલ લોડ સીંગલ બેરલ નાનો ટુકડો બંદુક સાથે પકડી પાડી આર્મ્સ એકટ તથા જી.પી.એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાયેલ છે. આ કામગીરી મોરબી એસ.ઓ.જી.પોલીસ ઇન્સ. એસ.એન.સાટી હેડ કોન્સ. શંકરભાઇ ડોડીયા, કિશોરભાઇ મકવાણા, પો.કોન્સ.જયસુખભાઇ વસીયાણી તથા ભરતસિંહ ડાભીએ કરેલ હતી.