તમામ શિક્ષકોએ પર્યાવરણ સંરક્ષણને લઈને સરાહનીય કાર્ય કરતા ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં વિશેષ બહુમાન કરાયુંમોરબી : આજના ગ્લોબલ વોર્મિંગના સમયમાં અનેક પર્યાવરણીય પડકારો સર્જાયા છે ત્યારે તે વિશે સમાજમાં જાગૃતિ ફેલાવી આ ગંભીર વૈશ્વિક સમસ્યાને ઉકેલવા માટે આરંભાયેલા અભિયાનમાં ખભે ખભા મિલાવી સ્વચ્છતા, પ્રદૂષણ નિવારણ, જળ સંચય, ઉર્જા બચત, પ્લાસ્ટિક મૂક્તિ, જમીન સુધારણા જેવા વિવિધ પ્રકલ્પોને વેગ આપવા અને સમાજમાં જાગૃતિ લાવવાના ઉમદા હેતુઓને અગ્રતા આપી પ્રકૃતિના સંરક્ષણ અને સંવર્ધન માટેના પરિણામલક્ષી પગલાં ભરવા માટે સમગ્ર ગુજરાત રાજ્યમાંથી ૨૫૨૫ શિક્ષકોનું માધવ ચેરીટેબલ ટ્રસ્ટ કપડવંજ, બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા અને અનંતા એજ્યુકેશન ટ્રસ્ટ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે તા. 27-4-2025ને રવિવારના રોજ ટાઉનહોલ ગાંધીનગર ખાતે શિક્ષકોને પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ અને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં અશોકકુમાર મહાદેવભાઈ કાંજીયા (શ્રી નાનીવાવડી કુમાર પ્રા. શાળા), સાધનાબેન ચંદુલાલ ચાપાણી (શ્રી નાનીવાવડી કુમાર પ્રા. શાળા), દિલીપ ભાઈલાલ પરમાર (શ્રી જુના લીલાપર પ્રાથમિક શાળા), અનિલકુમાર અમૃતલાલ ફટાણિયા (પોલીસ લાઈન કન્યા શાળા મોરબી), માધવીબેન સુરેશભાઈ કાપડિયા (શ્રી અણીયારી પ્રાથમિક શાળા), કમલેશકુમાર કાન્તિલાલ વાઘેલા (શ્રી અણીયારી પ્રાથમિક શાળા), સોનલ જયંતિલાલ વેગડ (શ્રી શાંતિવન પ્રાથમિક શાળા), શૈલેષકુમાર જેઠાલાલ કાલરિયા (તાલુકા શાળા નંબર -૧ મોરબી), અસ્મિતાબેન શામજીભાઈ ગામી (ઓરપેટ કન્યા વિદ્યાલય), બેચરભાઈ આઈ. ગોધાણી (શ્રી હિરાપર પ્રાથમિક શાળા), હેતલબેન કાંતિલાલ સોલંકી (શ્રી મેઘપર ઝાલા પ્રાથમિક શાળા), જાનકીબેન બિહારીદાસ અગ્રાવત (શ્રી મેઘપર ઝાલા પ્રાથમિક શાળા), રશ્મિતા જસમતભાઈ ભાગિયા (શ્રી મેઘપર ઝાલા પ્રાથમિક શાળા), કલ્પેશકુમાર મહાદેવભાઈ ધોરી (શ્રી ભૂતકોટડા પ્રાથમિક શાળા), ગીતાબેન મનસુખલાલ સાંચલા (હરબટીયાળી પ્રાથમિક શાળા), સુષ્મા કરસનભાઈ પડાયા (શ્રી નેકનામ કન્યા પ્રા. શાળા), ભાસ્કરભાઈ જસમતભાઈ સંઘાણી (બિઝનેસમેન), મોહનીશ નરેન્દ્રભાઈ વરૂ (શ્રી નવી રાતીદેવડી પ્રાથમિક શાળા), નીતાબેન સોમજીભાઈ રાઠોડ (શ્રી ભેરડા પ્રાથમિક શાળા), ધ્રુવગિરિ અમરગિરિ ગોસ્વામી (શ્રી દિગ્વિજયનગર પ્રાથમિક શાળા), નરેન્દ્રકુમાર આર. કુબાવત (નવા કોઠારીયા પ્રાથમિક શાળા), અશ્વિનકુમાર દેવશીભાઈ વરમોરા (પીએમશ્રી રણમલપુર પ્રા.શાળા), અંજનાબેન અશોકભાઈ લોરીયા (નવા ઘનશ્યામગઢ માધ્યમિક શાળા), ચંદ્રશેખર છગનભાઇ પટેલ (નવા દેરાળા પ્રાથમિક શાળા), યોગેશભાઈ નરભેરામભાઈ ગામી (શ્રી રાસંગપર પ્રાથમિક શાળા), ચેતનકુમાર ઠાકરશીભાઈ વનાળિયા (શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળા) અને અનિલ બેચરભાઈ બદ્રકિયા (રત્નમણિ પ્રાથમિક શાળા - મોટીબરાર) સહિત મોરબી જિલ્લામાંથી કુલ 28 શિક્ષકોનું આ કાર્યક્રમ દરમિયાન સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન મેળવનાર તમામ શિક્ષકોને મોરબી જિલ્લા પર્યાવરણ સંયોજક અશોકભાઈ કાંજીયા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં. તેમજ શાળા અને સમાજના અનુબંધ થકી પર્યાવરણનું જતન કરવા આહવાન કરવામાં આવ્યું હતું. આ સન્માન કાર્યક્રમ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં આયોજીત કરવામાં આવ્યો હતો. આ તકે જીસીઈઆરટી સચિવ એસ.જે. ડુમરાણીયા, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવ પુલકિત જોષી, વનવિભાગના અધિકારીઓ, પર્યાવરણ બચાવો સમિતિના સભ્યો, પ્લાસ્ટિક મુક્તિ અભિયાન તેમજ પક્ષી બચાવો અભિયાનના સભ્યો ખાસ હાજર રહ્યા હતાં.