વાહન વ્યવહારને ભારે અસર : બંધ થયેલા રોડ પુનઃ શરૂ કરવાવવા તંત્રની મથામણમોરબી : મોરબી જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે હજુ પણ 28 રોડ બંધ છે. જેને લીધે જિલ્લાના અનેક રૂટ ઉપર વાહન વ્યવહારને અસર પહોંચી છે. બીજી તરફ આ બંધ રોડ શરૂ કરવા તંત્ર દ્વારા પણ મથામણ કરવામાં આવી રહી છે. માર્ગ અને મકાન વિભાગના સ્ટેટના 8 રોડ બંધ છે. જેમાં હળવદનો હળવદ- સરા રોડ, વાંકાનેરનો વાંકાનેર- અમરસર -મીતાણા રોડ, મોરબીનો માળીયા- પીપળીયા, હળવદનો હળવદ- મયુરનગર- રાયસંગપર રોડ, મોરબીનો આમરણ-જીવાપર-માણેકવાડા રોડ, હળવદનો હળવદ-ટીકર રોડ, મોરબીનો વવાણીયા- માળીયા રોડ કોસ્ટલ હાઈ વે, હળવદનો વાંકાનેર - બાયપાસ આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના માળિયાનો માળીયા એપ્રોચ રોડ, હળવદનો હળવદ-વેગડવાવ-ધણાડ- રણમલપુર રોડ,વેગડવાવ -ચંદ્રગઢ રોડ, મેરૂપર - પાંડા તીરથ, હરીપર- કોયબા, ટંકારાનો ટંકારા- અમરાપર ટોળ રોડ, સ્ટેટ હાઇવેથી બંગાવડી રોડ, હળવદનો ઘનશ્યામપર - કોયાબા - ઢવાણા રોડ, મોરબીનો રાજપર- કુંતાસી રોડ, ટંકારાનોસ્ટેટ હાઇવેથી જીવાપર, મોરબીનો ભડિયાદ -જોધપર (નદી) રોડ, વાંકાનેરનો મહિકા - કાનપર રોડ, વાંકાનેરનો જાલી દેરાળા -રાજસ્થળી રોડ, માળિયાનો સ્ટેટ હાઇવેથી નાના દહીંસરા -વિરપરડા રોડ, ટંકારાનો , નેસડા (ખા.) ઘુનાડા (ખા.) રોડ, માળિયાનો સ્ટેટ હાઇવેથી વર્શામેડી રોડ, વાંકાનેરનો પાંચદ્વારકાથી પ્રતાપગઢ રોડ, મોરબીનો ધૂળકોટ- બાણગંગા - કોયલી રોડ, મોરબીનો કેરાળી - હન્નાલી રોડ અને ખાનપર- કોયલી રોડ બંધ છે.