મોરબી : જય સરદાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઓમશાંતિ રિસર્ચ સેન્ટર મોરબી દ્વારા (TechFest'22) વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.આ વિજ્ઞાન મેળામાં ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓ,કોલેજના વિદ્યાર્થીઓ,શિક્ષક મિત્રો,તથા વાલીઓ કોઈપણ વ્યક્તિ ભાગ લઈ શકશે.આ મેળામાં સાત ટેક્નોલોજી કોર્સની નિઃશુલ્ક તાલીમ આપવામાં આવશે.મેળામાં ભાગ લેવા ઈચ્છુક વ્યક્તિઓએ તા.25 સુધીમાં નામ નોંધાવી લેવું. જય સરદાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઓમશાંતિ રિસર્ચ સેન્ટર મોરબી દ્વારા બાળકોમાં વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે રૂચિ વધે તેમજ તે કઈક નવું સંશોધન કરી શકે તે હેતુથી તા.27ને રવિવારના રોજ ઓમ શાંતિ રિસર્ચ સેન્ટર,RTO પાસે,ઉમા રિસોર્ટની સામે,કંડલા બાયપાસ રોડ(TechFest'22) વિજ્ઞાનમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.આ TechFest'22 માં ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓ,કોલેજના વિદ્યાર્થીઓ,શિક્ષક મિત્રો,તથા વાલીઓ કોઈપણ વ્યક્તિ ભાગ લઈ શકશે.ભાગ લેનાર દરેક વ્યક્તિને સર્ટિફિકેટ અને વિજેતા કૃતિને આધુનિક ટેકનૉલોજી જેવી કે ડ્રોન બનાવવું,રોબોટ બનાવવો,૩ડી પ્રિન્ટર ટેકનૉલોજી ઈલેક્ટ્રોનિક્સ સર્કિટ બનાવવી તેમજ ગેમ અને એપ્લિકેશન બનાવવી,એરોપ્લેન બનાવવા વગેરે જેવી સાત ટેક્નોલોજી કોર્સની નિઃશુલ્ક તાલીમ આપવામાં આવશે.જેની બજાર કિંમત રૂપિયા 50,000 છે. યોગ્ય વ્યવસ્થા માટે ભાગ લેનાર વ્યક્તિએ પોતાનું નામ,ધોરણ/વ્યવસાય,સ્કૂલનું નામ તથા જે પ્રોજેકટ(કૃતિ) પર મોડેલ બનાવવાના હોય તેનું નામ તથા તમારે જરૂરિયાત હોય તે ટેબલ વ્યવસ્થા વગેરે વિગત તા.25 સુધીમાં મો.79843 78128 પર વોટ્સઅપ નંબર પર મોકલી આપવાના રહેશે.દરેક વિદ્યાર્થીદીઠ રજીસ્ટ્રેશન ફી રૂપિયા 50 રાખવામાં આવેલ છે.ફી ઓનલાઈન અથવા રૂબરૂ કોલ કરીને પણ આપી શકો છો.જેમાં તમને બપોરે જમવાની વ્યવસ્થા તથા સરદારબાગ મોરબીથી ઓમ શાંતિ રિસર્ચ સેન્ટર સુધી ટ્રાન્સપોર્ટેશન સુવિધા પણ આપવામાં આવશે.વધુ માહિતી માટે મો.79843 78128 પર સંપર્ક કરવા યાદીમાં જણાવેલ છે.