મોરબી : મોરબીની શાંતીવન પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલે ન્યુ દિલ્હી ખાતે ટેક્નિકલ વિષય પર યોજાયેલા એક વર્કશોપમાં ગુજરાતનું સફળ પ્રતિનિધીત્વ કર્યું હતું. એનસીઇઆરટી ન્યુ દિલ્હી, મુકામે સ્ટેટ રિસોર્સ ગ્રુપ માટે ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજી ઓરિએન્ટેશન વર્કશોપનું આયોજન થયેલ હતું. જેમાં ગુજરાત તરફથી પ્રતિનિધિત્વ કરવાનો અવસર મોરબીની સરકારી શાળા શાંતિવાન પ્રાથમિક શાળાના પ્રિન્સીપાલ મનન બુદ્ધદેવને મળ્યો હતો. વર્કશોપમાં શિક્ષણમાં ઉપયોગી સોફ્ટવેર્સ, વેબસાઇટ્સ તેમજ ટેક્નિકલ બાબતોની જાણકારી આપવામાં આવી તેમજ ઓડિયો વીડિયો સ્ટુડિયોમાં પણ પ્રત્યક્ષ અનુભવોની આપલે કરવામાં આવી હતી. [gallery size='large' td_select_gallery_slide='slide' ids='27783,27777,27778,27782']