વર્ષ 2025-26માં કુલ 46243 નવા વાહનોનું રજિસ્ટ્રેશન : RTOને રૂ.131 કરોડની આવક થઈમોરબી: મોરબી જિલ્લાના લોકોનો નવા વાહનો ખરીદવાનો ક્રેઝ અકબંધ રહ્યો છે. આર્થિક રીતે સમૃદ્ધ ગણાતા મોરબી જિલ્લામાં લોકોએ ટુ-વ્હીલર, કાર અને કોમર્શિયલ વાહનોની ધૂમ ખરીદી કરી છે. વાહનોના આ મોટા વેચાણને કારણે મોરબી પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO) ની આવકમાં પણ ધરખમ વધારો નોંધાયો છે. પ્રાપ્ત આંકડાઓ અનુસાર, મોરબી જિલ્લામાં કુલ 46243 નવા વાહનોનું રજિસ્ટ્રેશન થયું છે.RTO દ્વારા વાહન રજિસ્ટ્રેશન અંગે જાહેર કરાયેલા સત્તાવાર આંકડાઓ મુજબ, મોરબીમાં સૌથી વધુ ડિમાન્ડ ટુ-વ્હીલર અને કારની જોવા મળી છે. જિલ્લામાં કુલ 27734 નવા મોટરસાયકલ અને સ્કૂટરનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. જ્યારે 10059 નવી મોટર કાર નોંધાઈ છે. આ ઉપરાંત ખેતી અને ઉદ્યોગ જગતમાં પણ નવા વાહનોનો ઉમેરો થયો છે, જેમાં 2462 નવા કૃષિ ટ્રેક્ટર અને 2443 ગુડ્સ કેરિયર (માલવાહક વાહનો) નોંધાયા છે. લોકોની મુસાફરી માટેના 1457 પેસેન્જર થ્રી-વ્હીલર અને માલસામાન હેરફેર માટેના 427 થ્રી-વ્હીલર રજિસ્ટર થયા છે. તેમજ બાંધકામ ક્ષેત્રે 314 કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટ વાહનો અને 213 કોમર્શિયલ ટ્રેક્ટરનું પણ રજિસ્ટ્રેશન થયું છે.વાહનોની આટલી મોટી સંખ્યામાં થયેલી ખરીદીનો સીધો ફાયદો સરકાર અને RTO ની તિજોરીને થયો છે. આવકના આંકડા પર નજર કરીએ તો, વર્ષ 2024-25 માં મોરબી RTO ઓફિસની કુલ આવક 122.42 કરોડ રૂપિયા હતી, જે વર્ષ 2025-26 માં વધીને 131.05 કરોડ રૂપિયા થઈ ગઈ છે.આ આવકમાં સૌથી મોટો હિસ્સો ઓનલાઇન કામગીરીનો રહ્યો છે. આંકડા મુજબ, વર્ષ 2025-26 માં ઓનલાઇન આવક 120.46 કરોડ નોંધાઈ છે, જે વર્ષ 2024-25 માં 110 કરોડ રૂપિયા હતી. બીજી તરફ ઓફલાઇન કેસ અંગેના આંકડા જોઈએ તો વર્ષ 2024-25 માં 12.42 કરોડ નોંધાયા હતા જે વર્ષ 2025-26 માં 10.58 કરોડ દર્શાવવામાં આવ્યા છે. મોરબી જિલ્લામાં નવા વાહનોની ખરીદી અને RTO માં ભરાતા ટેક્સના આંકડા જિલ્લાની આર્થિક ગતિવિધિઓનો ચિતાર આપે છે.રજિસ્ટર થયેલા નવા વાહનોની વિગતવાર માહિતી:● એમ-સાયકલ/સ્કૂટર: 27734● અડેપટેડ વ્હીકલ: 1● મોટર કાર: 10059● ફોર્ક લિફ્ટ: 55● ક્રેન માઉન્ટેડ વ્હીકલ: 4● એગ્રીકલ્ચર ટ્રેક્ટર: 2462● પ્રાઇવેટ સર્વિસ વ્હીકલ (વ્યક્તિગત ઉપયોગ): 3● કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ વ્હીકલ: 314● ઓમ્ની બસ (ખાનગી ઉપયોગ): 1● એક્સકેવેટર (NT): 1● હાર્વેસ્ટર: 14● ટ્રેલર (એગ્રીકલ્ચરલ): 38● ઇ-રિક્ષા કાર્ટ સાથે (G): 20● ઇ-રિક્ષા (P): 11● થ્રી વ્હીલર (પેસેન્જર): 1457● થ્રી વ્હીલર (ગુડ્સ): 427● ગુડ્સ કેરિયર: 2443● ટ્રેક્ટર (કોમર્શિયલ): 213● મેક્સી કેબ: 11● મોટર કેબ: 151● બસ: 18● એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન બસ: 10● એમ્બ્યુલન્સ: 6● ઇલેક્ટ્રિક વાહનો : 793● કુલ વાહનો : 46243#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiRTO #VehicleRegistration #GujaratNews #Automobile #NewVehicles #MorbiCity