જિલ્લામાં 9700 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચાણ માટે કરાવ્યું હતું રજીસ્ટ્રેશનમોરબી : ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં 11 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો શુભારંભ કર્યા બાદ અત્યાર સુધીમાં મોરબી જિલ્લામાં ત્રણ મુખ્ય ખરીદ કેન્દ્રો ખાતેથી 2734 ખેડૂતો પાસેથી 91450 કવીન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવી છે અને હજુ પણ ટેકના ભાવે મગફળી ખરીદવાની પ્રક્રિયા નિરંતર ચાલુ છે.ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને પોતાના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી પ્રતિ મણના રૂ.1356.60ના ભાવે મગફળી ખરીદવા જાહેરાત કરતા મોરબી જિલ્લામાં કુલ 9700 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી ખરીદ કરવા માટે રજિસ્ટ્રેશ કરાવ્યા હતા. દરમિયાન તા.11મી નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરતા મોરબી જિલ્લાના ત્રણેય ખરીદ કેન્દ્ર ખાતેથી અત્યાર સુધીમાં કુલ 3225 ખેડૂતોને એસએમએસ કરવામાં આવતા 2734 પાસેથી 91450 કવીન્ટલ ખરીદ કરવામાં આવી હોવાનું સત્તાવાર સૂત્રોએ જાહેર કર્યું હતું._______________________________________મોરબી જિલ્લામાં ક્યાં કેટલી મગફળીની ખરીદી_______________________________________● હળવદ કેન્દ્રનોંધાયેલ ખેડૂત - 3184ખેડૂતોને એસએમએસ - 1080ખેડૂતો પાસેથી ખરીદી - 940_______________________________________● મોરબી કેન્દ્ર નોંધાયેલ ખેડૂત -895ખેડૂતોને એસએમએસ - 795ખેડૂતો પાસેથી ખરીદી - 623 _______________________________________ ● ટંકારા કેન્દ્રનોંધાયેલ ખેડૂત -5621ખેડૂતોને એસએમએસ -1350ખેડૂતો પાસેથી ખરીદી -1171_______________________________________● કુલ નોંધાયેલ ખેડૂત -9700ખેડૂતોને એસએમએસ -3225ખેડૂતો પાસેથી ખરીદી -2734_______________________________________