મોરબી : મોરબીના શનાળા ગામે મહિલાને પ્રસૂતિનો દુઃખાવો ઉપડ્યા બાદ તેને ૧૦૮ મારફતે હોસ્પિટલમાં લઈ જવામા આવી રહી હતી. તે દરમિયાન રસ્તામાં જ મહિલાની ૧૦૮ની અંદર પ્રસુતિ થઈ હતી. મહિલાની પ્રસુતિ સફળ રહેતા તેને બે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. મોરબીના તળાવીયા શનાળા ગામે રહેતા રાજુબેન કમલેશભાઈ ઉ.વ. ૩૦ નામની મહિલાને આજે પ્રસૂતિની પીડા ઉપડતા આ અંગે ૧૦૮ને જાણ કરતા પાયલોટ શક્તિસિંહ ગોહિલ અને ઇએમટી પ્રવિણભાઇ મેરએ ઘટના સ્થળે દોડી જઈને પ્રસૂતાને ૧૦૮માં બેસાડી હોસ્પિટલે જવા રવાના થયા હતા. આ દરમિયાન હોસ્પિટલે પહોંચ્યા પૂર્વે જ મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા ૧૦૮ના સ્ટાફે ચાલુ એમ્બ્યુલન્સમાં જ સફળતાપૂર્વક ડિલિવરી કરતા બે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. ત્યારબાદ માતા પુત્રીને જેતપર ખાતે ખસેડવામાં આવ્યા હતા.