હળવદ : મોરબી એલસીબીએ હળવદ નજીક 27 બોટલ ઈંગ્લીશ દારૂ ભરેલી કાર સાથે એક શખ્સને ઝડપી.લીધો હતો. આ બનાવની મોરબી એલસીબી પાસેથી મળતી વિગતો મુજબ મોરબી જિલ્લા પોલીસવડા કરનરાજ વાઘેલાની સૂચના અને એલસીબીના પીઆઇ વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના હિતેન્દ્રસિંહ ચુડાસમા અને નંદલાલ વરમોરા હળવદ રાણેકપર રોડ ઉપર પેટ્રોલીગ કરી રહ્યા હતા. તે સમયે બાતમીના આધારે એલસીબી સ્ટાફે હળવદ હરીદર્શન હોટલ પાછળ રાણેકપર રોડ પરથી જી.જે.36 એલ 2577 નંબરની કારમાંથી 27 બોટલ ઈંગ્લીશ દારૂ અને કાર સહિત કુલ રૂ.6.35 લાખના મુદામાલ સાથે આરોપી જયેશભાઇ વિઠ્ઠલભાઈ મકવાણા રહે રાણેકપર હળવદની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.