મોરબી : મોરબીના પંચાસર ચોકડીથી રાજનગર જવાના રસ્તે ૪ વિજપોલ નમી ગયા છે. હાલ આ નમી ગયેલા વિજપોલથી મોટી જાનહાની સર્જાવાનું જોખમ તોળાઈ રહ્યું છે. ભારે વરસાદના કારણે મોરબી નજીક પંચાસર ચોકડીથી રાજનગર જતા રોડ પર ૪ વિજપોલ ૪૫ ડીગ્રી જેટલા નમી ગયા છે. આ વિજપોલના કારણે જાનહાની થવાનું જોખમ તોળાઈ રહ્યું છે. ત્યારે પીજીવીસીએલ તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તે અનિવાર્ય છે. અત્રે ઉલ્લેખનીય છેકે મોરબીમાં આ વર્ષે વીજતંત્રની પ્રિ મોન્સૂન કામગીરી સામે અનેક સવાલો ખડા થયા છે. સામાન્ય વરસાદમાં પણ છાશવારે વીજપુરવઠો ખોરવાઈ જાય છે. અને સામાપક્ષે વીજતંત્ર તોછડાઈ ભર્યું વર્તન કરતી હોવાની પણ વ્યાપક ફરિયાદો ઉઠી છે. ગત વર્ષે મોરબી જિલ્લામાં અતિ ભારે વરસાદની વચ્ચે પણ વીજતંત્રએ કાબીલેદાદ કામગીરી કરી હતી. ત્યારે આ વર્ષે પણ વીજ તંત્ર જગ્યા ત્યારથી સવાર માની યોગ્ય કામગીરી કરે તેવી લોક માંગ પ્રબળ બની છે.