મોરબી : મોરબી જિલ્લામાં હાલમાં ધો. 10, 12 બોર્ડની ચાલી રહેલી પરીક્ષા દરમિયાન ગઈકાલે રવિવારની રજા બાદ આજે ફરી ધો.10 વિજ્ઞાન વિષયના પેપરની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 263 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. મોરબી જિલ્લામાં આજે સોમવારે ધો. 10 વિજ્ઞાન વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ધો.10 વિજ્ઞાન વિષયના પેપરની કુલ 12951 વિદ્યાર્થીઓમાંથી 12688 વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી અને મોરબી જિલ્લામાં ધો.10 વિજ્ઞાનના પેપરમાં 263 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.