મોરબી: મોરબી જિલ્લા ખોડલધામ સમિતિ અને સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા દ્વારા ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલના 61માં જન્મદિવસ નિમિત્તે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પનું આયોજન શનિવાર, 11/07/2026 ના રોજ ટંકારા સ્થિત દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યમાં અનેક રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેના પરિણામે કુલ 261 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ સફળ આયોજન બદલ મોરબી જિલ્લા ખોડલધામ સમિતિ અને સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા દ્વારા તમામ રક્તદાતાઓ અને સ્વયંસેવકોનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો.#Morbi #Tankara #BloodDonationCamp #NareshPatel #Khodaldham #SocialService #MorbiUpdate