સ્પર્ધાને ફેસબુક-ઇન્સ્ટાગ્રામ પર લાઈવ નિહાળી શકાશે ટંકારા : આર્યવીર દળ ટંકારા દ્વારા ઓપન ટંકારા તાલુકા દેશભક્તિ ગીત સ્પર્ઘાનું આયોજન કરવામાં આવ્યું છે.શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે. આર્યસમાજ ટંકારાની યુવાપાંખ આર્યવીર દળ ટંકારા દ્વારા છેલ્લા 38 વર્ષથી યોજાતી 'ઓપન ટંકારા તાલુકા દેશભક્તિ ગીત સ્પર્ઘા'નું આયોજન 73માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંઘ્યાએ એટલે કે આગામી તા.૨૫ને મંગળવારના રોજ સાંજે 8:30 કલાકે ટંકારા ખાતે રાખવામાં આવેલ છે.સરકારની તમામ ગાઈડલાઇન્સને ધ્યાને રાખી આગામી પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાને પોંખીને સૂર અને શબ્દના સથવારે અમર શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવા આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળવા આર્યવીર દળે જાહેર જનતાને આમંત્રણ આપ્યું છે.જાહેર જનતા આ વર્ચ્યુલી કાર્યક્રમનું લાઈવ પ્રસારણ આર્યવીર દળ ટંકારાના ફેસબુક પેઇઝ પર https://www.facebook.com/aryaveerdal.tankara.35 અને ઇન્સ્ટાગ્રામ પેઈઝ https://instagram.com/aryaveer_dal_tankara પરથી નિહાળી શકાશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..