મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 22 ફેબ્રુઆરીના રોજ કપાસ, ઘઉં, તલ, જીરું, મગફળી, તુવેર, બાજરો, ચણા, કાળા તલ, સોયાબીન અને રાયડો તથા લીલા મરચા રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા વગેરે શાકભાજીની પણ આવક થવા પામી છે. આજે 510 ક્વિન્ટલ એટલે કે 2550 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે સૌથી ઉંચા 1500 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 673, તલના 1980, જીણી મગફળીના પ્રતિમણ 1100, જીરુંના 3774, બાજરાના 536, ચણાના 1046, સોયાબીનના 745, રાયડાના 1070, કાળા તલના 4134 અને તુવેરના 1497 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 500 રૂપિયા, રીંગણાના 400 રૂપિયા, કારેલાના 800 રૂપિયા, ગુવારના 1500 રૂપિયા, ભીંડાના 800 રૂપિયા, ટામેટાના 180 રૂપિયા, કોબીજના 100 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 800 રૂપિયા, દુધીના 200 રૂપિયા અને સુક્કી ડુંગળીના 600 રૂપિયા ભાવ બોલાયા છે.