લજાઈ, વિરપર અને લાતી પ્લોટમાં વિદેશી દારૂના દરોડામાં એક આરોપી પકડાયો, ત્રણ ફરારમોરબી : મોરબી શહેર તેમજ ટંકારા તાલુકા વિસ્તારમાં પોલીસે અલગ અલગ ત્રણ દરોડા પાડી વિદેશી દારૂની નાની મોટી 251 બોટલ સાથે એક આરોપીને ઝડપી લીધો હતો.જ્યારે અન્ય બે દરોડામાં આરોપી પોલીસને હાથ ન લાગતા કુલ ચાર આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.પ્રથમ દરોડામાં મોરબી એ ડિવિઝન પોલીસે લાતીપ્લોટ મુનનગર ચોકમાં દરોડો પાડી આરોપી કૈલાસ દેવરાજભાઈ દેત્રોજા રહે.નવા બસસ્ટેન્ડ પાછળ યદુનંદન સોસાયટી વાળાને વિદેશી દારૂના આઠ ચપલા કિંમત રૂપિયા 2190 સાથે ઝડપી લીધો હતો.આરોપીની પૂછતાછમાં દારૂનો જથ્થો આરોપી રમીઝ નૂરખાન સિપાઇ રહે.કાલિકા પ્લોટ વાળા પાસેથી મેળવ્યાનુ કબુલતા બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. બીજા દરોડામાં ટંકારા પોલીસે વિરપર ગામે આરોપી મેરુ બચુભાઇ ઉઘરેજાના રહેણાંકમાં દરોડો પાડી વિદેશી દારૂના અલગ અલગ બ્રાન્ડના 140 ચપલા કિંમત રૂપિયા 29000 કબ્જે કર્યા હતા.જો કે, આરોપી પોલીસના હાથમાં આવ્યો ન હતો. આ ઉપરાંત ત્રીજા દરોડામાં ટંકારા પોલીસે લજાઈથી ઘુનડા જવાના રસ્તે તળાવ કાંઠે આવેલ આરોપી ચન્દ્રસિંહ ઉર્ફે કાળુભા સરદારસિંહ ઝાલાની વાડીમાં દરોડો પાડી વિદેશી દારૂની નાની મોટી 103 બોટલ કિંમત રૂપિયા 27,670 કબ્જે કરી હતી.જો કે, આરોપી પોલીસના હાથમાં આવ્યો ન હતો.બન્ને દરોડામાં પોલીસે આરોપીને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.