અત્યાર સુધીના 56 કેમ્પમાં કુલ 15744 લોકોનું સચોટ નિદાન થયું; 135 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ લવાયામોરબી: સમગ્ર ગુજરાતની નંબર 1 આંખની હોસ્પિટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ, જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબીના સંયુક્ત ઉપક્રમે સર્વજ્ઞાતીય વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહિનાની 4 તારીખે શહેરના જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ ખાતે યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત 4-5-2026 સોમવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન આ કેમ્પ યોજવામાં આવ્યો હતો. પ્રવર્તમાન માસનો આ કેમ્પ સ્વ. જમનાબેન મણીલાલ ચંદારાણા (હ. દીનેશભાઈ ચંદારાણા-ભુજ-કચ્છ) પરિવારના સહયોગથી યોજાયો હતો.આ કેમ્પમાં કુલ 250 દર્દીઓએ લાભ લીધો હતો. તે ઉપરાંત 135 લોકોના નિઃશુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા માટે તેઓને રાજકોટ રવાના કરવામાં આવ્યા હતા. રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલના ડો. બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, ડો. કાનજીભાઈ, ડો. સુદામા, હેમુભાઈ પરમાર, આદમભાઈ અને નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. દર્દીઓને અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ સાથે વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવે છે. સંસ્થા દ્વારા દર્દીઓ માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા, રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા અને ટીપાં વગેરે સુવિધા સંપૂર્ણપણે વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે.અત્રે ઉલ્લેખનીય છે કે, જલારામ ધામ ખાતે ગત 55 માસ દરમિયાન યોજાયેલ કેમ્પમાં કુલ 15494 લોકોએ લાભ લીધેલ છે અને કુલ 7103 લોકોના સફળ નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા છે.આ કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ ચગ, હસુભાઈ પુજારા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ, અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, હીતેશ જાની, જીજ્ઞેશભાઈ પોપટ, નરેન્દ્રભાઈ રાચ્છ, જયંતભાઈ રાઘુરા, સંજય હીરાણી, રમણીકલાલ ચંડીભમર, સી.ડી. રામાવત, નીરવભાઈ હાલાણી, પારસભાઈ ચગ, કીશોરભાઈ ચંડીભમર, કૌશલભાઈ જાની, મુકુંદભાઈ મીરાણી, નરેન્દ્રભાઈ પાઉ, કીશોરભાઈ ઘેલાણી, અશોકભાઈ જોશી, દીનેશભાઈ સોલંકી, નરશીભાઈ રાઠોડ તથા જલારામ સેવા મંડળ, જલારામ ધામ મહિલા મંડળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.આ કેમ્પ દર મહિનાની 4 તારીખે યોજાય છે. લાભ લેવા માટે કોઈ એડવાન્સ બુકિંગની આવશ્યકતા નથી. કેમ્પમાં તપાસ માટે દર્દીનું આધાર કાર્ડ સાથે રાખવું અનિવાર્ય છે. વધુ માહિતી માટે ગીરીશભાઈ ઘેલાણી (9825082468), નિર્મિતભાઈ કક્કડ (9998880588), હરીશભાઈ રાજા (9879218415) અથવા અનિલભાઈ સોમૈયા (8511060066) નો સંપર્ક કરી શકાશે.#Morbi #MorbiUpdate #MorbiNews #JalaramDham #EyeCamp #FreeHealthCamp #Netrayagna #SocialWork #GujaratNews #HealthCare