મોરબી : સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ધ વી.સી. હાઈસ્કૂલ અને એમ.પી. શેઠ ગર્લ્સ સ્કૂલની 200 વિદ્યાર્થિનીઓને સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત 15 દિવસ સુધી સેલ્ફ ડિફેન્સ તાલીમ આપવામાં આવી હતી. જેમાંથી 25 વિદ્યાર્થિનીઓએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સ્પોન્સરશીપથી આજ રોજ મોરબીમાં યોજાયેલ 'એનએસકેએ ઓપન સૌરાષ્ટ્ર કરાટે ચેમ્પિયનશિપ 2024માં ભાગ લઈ ઇનામો મેળવ્યા છે.