મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 30 જુલાઈ ને બુધવારના રોજ ઘઉં, તલ, મગફળી, જીરું, બાજરો, સીંગદાણા, ચણા, એરંડા અને તુવેર ઉપરાંત લીલા મરચાં, રીંગણાં, કારેલાં, ગુવાર, ભીંડો, ટામેટાં, કોબીજ, કાકડી, લીંબુ, દૂધી અને સુક્કી ડુંગળી સહિતની શાકભાજીની પણ આવક થઈ હતી. આજે 249 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી અને તેના સૌથી ઊંચા ભાવ રૂપિયા 554 પ્રતિ મણ બોલાયા હતા.આ ઉપરાંત તલના ઊંચા ભાવ રૂપિયા 1860 સુધી બોલાયા હતા. તો મગફળીના 1045, જીરુંના 3480, બાજરાના 540, સીંગદાણાના 1425, ચણાના 1184, એરંડાના 1264 અને તુવેરના 1208, રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 700 રૂપિયા, રીંગણાના 300 રૂપિયા, કારેલાના 500 રૂપિયા, ગુવારના 1400 રૂપિયા, ભીંડાના 500 રૂપિયા, ટામેટાના 1000 રૂપિયા, કોબીજના 440 રૂપિયા, કાકડીના 500 રૂપિયા, લીંબુના 200 રૂપિયા, દુધીના 300 રૂપિયા અને સુક્કી ડુંગળીના 300 રૂપિયા ભાવ બોલાયા છે.