સ્વ.જયંતિલાલ અમરશીભાઈ રાચ્છ પરિવારના સહયોગથી યોજાયો હતો કેમ્પ અત્યાર સુધીના 15 કેમ્પમાં કુલ 4453 લોકોનું વિનામૂલ્યે સચોટ નિદાન થયું મોરબીઃ સમગ્ર ગુજરાતમાં સેવાની સરવાણી વહાવનાર આંખની હોસ્પિટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની 4 તારીખે મોરબી શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત આજ રોજ તારીખ 4 નવેમ્બરના રોજ સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન વિનામૂલ્યે કેમ્પ યોજાયો હતો. જેમાં 240 દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. તે ઉપરાંત 126 લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન આવતીકાલે કરવામાં આવશે. શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલના ડો. બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામૂલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પ્રવર્તમાન માસનો કેમ્પ મોરબી સ્વ.જયંતિલાલ અમરશીભાઈ રાચ્છ પરિવારના સહયોગથી યોજવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ મંદિર ખાતે ગત 14 માસ દરમિયાન યોજાયેલા નેત્રમણી કેમ્પમાં કુલ 4213 લોકોએ લાભ લીધો છે. તેમજ કુલ 1866 લોકોના વિનામૂલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવામાં આવેલા છે. ત્યારે પ્રવર્તમાન માસે યોજાયેલ કેમ્પમાં કુલ 240 લોકોએ લાભ લીધો હતો તેમજ 126 લોકોના વિનામૂલ્યે નેત્રમણી ઓપરેશન આવતીકાલે કરવામાં આવશે. કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી,અનિલભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ, અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, જયંતભાઈ રાઘુરા, સંજય હીરાણી, હીતેશ જાની, કીશોરભાઈ ઘેલાણી, દીનેશભાઈ સોલંકી, નરેન્દ્રભાઈ પાંવ, ફીરોઝ ભાઈ તથા શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ મંદિર મહિલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. દર મહીનાની 4 તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમાં તપાસ માટે દર્દીનું આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહિતી માટે ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫, નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮, અનિલભાઈ સોમૈયા-૮૫૧૧૦૬૦૦૬૬ પર સંપર્ક કરવા સંસ્થાની યાદીમાં જણાવાયું છે.