મોરબી : મોરબીના લાતી પ્લોટમાં શેરી નંબર-2 ખાતે આવેલા મણિધર હનુમાનજી મંદિરે આજે શ્રાવણ સુદ-4 ને 28 જુલાઈના રોજ સવારે 7 વાગ્યાથી અખંડ 24 કલાકની શિવધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિવધૂન 24 કલાક સુધી ચાલશે. તો સૌ ભક્તોને આ ધૂનમાં પધારવા મહંત હરિદાસજી બાપુએ નિમંત્રણ પાઠવ્યું છે.