400 આવાસ પૈકી 142નો લાભાર્થીઓએ લાંબા સમયથી ઉપયોગ ન કર્યો હોવાનું સામે આવ્યુંમોરબી : મોરબીમાં અગાઉ પ્રધાનમંત્રી આવાસ બાદ હવે લીલાપર રોડ ઉપર આવેલ આવાસમાં મહાપાલિકા દ્વારા ખાલી હોય તથા અન્ય લોકોને ભાડે આપેલા હોય તેવા 24 આવાસ પ્રથમ તબક્કામાં સિલ કર્યા છે. મોરબી મહાનગરપાલિકાના કમિશનર અને ડેપ્યુટી કમિશનર (પ્રોજેકટ)ના આદેશ અન્વયે આવાસ વિભાગ અને સીલીંગ ટીમ દ્વારા લીલાપર રોડ પર આવેલ મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ થયેલ 400 આવાસો પૈકી 142 લાભાર્થીઓ દ્વારા લાંબા સમયથી આવાસનો ઉપયોગ કરેલ નથી અને બંધ અવસ્થામાં રાખેલ છે. તેવા આવાસોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. ટીમ દ્વારા પ્રથમ તબક્કામાં 24 આવાસ સીલ કરવામાં આવેલ છે તેમ મોરબી મહાનગરપાલિકાના કમિશનરની યાદીમાં જણાવેલ છે.ઉલ્લેખનીય છે કે તાજેતરમાં શનાળા બાયપાસ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લોલમલોલ વચ્ચે મહાપાલિકાની ટિમ દ્વારા આવાસના લાભાર્થીઓને બદલે બીજા લોકો રહેતા હોય તેવા ફ્લેટ સિલ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી.