મોરબી : મોરબીના કબીર ટેકરી વિસ્તારમાં રામાપીર મંદિર નજીક આવેલ વોકળા પાસે આરોપી સાહિલ સીદીક ચાનીયા નામના શખ્સે વિદેશી દારૂની જથ્થો છુપાવ્યો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા અલગ અલગ બ્રાન્ડનો 24 બોટલ દારૂનો જથ્થો મળી આવતા પોલીસે રૂપિયા 15,840નો વિદેશી શરાબ જપ્ત કરી હાજર નહિ મળી આવેલા સાહિલ ચાનીયા વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.