મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા વિનામુલ્યે થેલેસીમિયા નિદાન કેમ્પ સાથે બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જે તા. 23ને સોમવારના રોજ સવારે 9 થી 1 વાગ્યાં સુધી મોઢ બ્રાહ્મણ વાડી, સાવસર પ્લોટ ખાતે યોજાશે. મોરબીના સમગ્ર નગરજનોને આ કેમ્પનો લાભ લેવા પ્રમુખ ડો. પ્રેયસ પંડ્યા, મંત્રી દિનેશ વિડજા, પ્રોજેક્ટ ચેરમેન વિક્રમ દફતરીએ અપીલ કરી છે.