'ભારત કો જાનો પ્રશ્ન મંચ' શાળાકીય પરીક્ષામાં જિલ્લાની વિવિધ 19 જેટલી શાળાએ ભાગ લીધો મોરબી : મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા 'ભારત કો જાનો પ્રશ્ન મંચ' શાળાકીય પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મોરબી જિલ્લાની વિવિધ 19 જેટલી શાળાએ ભાગ લીધો હતો. જેમાં ધોરણ - 6થી 8ના 1565 વિદ્યાર્થિઓ તથા ધોરણ - 9થી 12ના 791 વિદ્યાર્થિઓ મળી કુલ -2356 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ હતી. તમામ પરીક્ષાર્થીઓને મોરબી શાખા દ્વારા પ્રમાણપત્રો આપવામાં આવેલ હતા. આ પરીક્ષા આપેલ બાળકોમાંથી કક્ષા ૬ થી ૮માં કિશોર વિભાગ અને કક્ષા ૯ થી ૧૨ માં તરુણ વિભાગ આ બન્ને વિભાગમા દરેક વિદ્યાલયમાં પ્રથમ અને દ્વિતીય આવશે તેમનો આંતરીક પ્રશ્નમંચ( મૌખિક સ્પર્ધા) આગામી સમયમમાં લેવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના સચિવ હિંમતભાઈ મારવાણિયા, કોષાધ્યક્ષ ચિરાગભાઈ હોથી અને અધ્યક્ષ ડો જયેશભાઈ પનારાએ જહેમત ઉઠાવી હતી. તેમ ભારત કો જાનો પ્રશ્ન મંચ મોરબી શાખાનાના સંયોજક હિરેનભાઈ ધોરિયાણી તથા સહસંયોજક રાવતભાઇ કાનગડની યાદીમાં જણાવાયું છે.