મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 17 સપ્ટેમ્બર ને બુધવારના રોજ કપાસ, ઘઉં, તલ, મગફળી, જીરું, બાજરો, જુવાર, મગ, રાય અને ચણા ઉપરાંત લીલા મરચાં, રીંગણાં, કારેલાં, ગુવાર, ભીંડો, ટામેટાં, કોબીજ, કાકડી, લીંબુ, દૂધી અને સુક્કી ડુંગળી સહિતની શાકભાજીની પણ આવક થઈ હતી. આજે 63 ક્વિન્ટલ કપાસની આવક થઈ છે અને કપાસના સૌથી ઉંચા ભાવ 1385 રૂપિયા પ્રતિ મણ સુધી બોલાયા છે. 235 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી અને ઘઉંના સૌથી ઊંચા ભાવ 556 રૂપિયા પ્રતિ મણ બોલાયા હતા.આ ઉપરાંત 70 ક્વિન્ટલ તલની આવક થઈ છે અને તલના ઊંચા ભાવ 1790 રૂપિયા સુધી બોલાયા હતા. તો મગફળીના 1058 રૂપિયા, જીરુંના 3480, બાજરાના 556, જુવારના 531, મગના 1492, રાયના 1476 અને ચણાના 1040 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 400 રૂપિયા, રીંગણાના 1000 રૂપિયા, કારેલાના 400 રૂપિયા, ગુવારના 1600 રૂપિયા, ભીંડાના 600 રૂપિયા, ટામેટાના 340 રૂપિયા, કોબીજના 360 રૂપિયા, કાકડીના 500 રૂપિયા, લીંબુના 700 રૂપિયા, દુધીના 400 રૂપિયા અને સુક્કી ડુંગળીના 300 રૂપિયા ભાવ બોલાયા છે.