નવેય મહાપાલિકામાં વિકાસકામો માટે માતબર રકમ ફાળવતી રાજ્ય સરકાર મોરબી : રાજ્ય સરકારે વર્ષ 2025-26ના બજેટમાં મોરબી સહિતની નવી 9 મહાપાલિકાને રૂ.2300 કરોડની માતબર રકમ ફાળવી છે. જે અંગે નાણામંત્રીએ બજેટના ભાષણમાં સતાવાર જાહેરાત કરી છે. ગુજરાત વિધાનસભામાં આજે બજેટ રજૂ થયું છે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાત સરકારનું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. જેમાં તેઓએ મહેસાણા, નવસારી, નડિયાદ, વાપી, આણંદ, સુરેન્દ્રનગર, પોરબંદર, મોરબી, ગાંધીધામ આ નવી નવ મહાનગરપાલિકા માટે રૂ. 2300 કરોડ ફાળવવાની જાહેરાત કરી છે. જો કે મોરબી મહાપાલિકાને ચોક્કસ કેટલા નાણાં આપવામાં આવ્યા છે તેની વિગતોની હજુ રાહ જોવાઈ રહી છે.