ગોરખીજડિયા નજીક રીક્ષામાં દારૂ ઝડપાયો, બેલા નજીક દેશીના પોઇન્ટ ઉપર દરોડોમોરબી : મોરબી શહેર જિલ્લામાં દેશી દારૂના અડ્ડાઓના લિસ્ટ સાથે કોંગ્રેસ કરેલી રજુઆત બાદ પોલીસ સક્રિય બની હોય તેમ ગઈકાલે અલગ અલગ 14 દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં ગોરખીજડિયા નજીક સીએનજી રીક્ષામાં દારૂની હેરફેર પકડી પાડી 110 લીટર દેશી દારૂ સાથે બે શખ્સને ઝડપી લઈ બીજા દરોડામાં બેલા રંગપર ગામની સીમમાં ચાલતા દેશી દારૂના અડ્ડા પર દરોડો પાડી 120 લીટર દારૂ સાથે એકને ઝડપી લઈ અડ્ડા સંચાલકનું નામ ખોલાવી બન્ને વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં મોરબી તાલુકા પોલીસે ગોરખીજડિયા ગામની સીમમાં બાતમીને આધારે દરોડો પાડી સીએનજી રીક્ષા નંબર જીજે - 36 - ડબ્લ્યુ - 2301મા 110 લીટર દેશી દારૂ લઈને નીકળેલા આરોપી અલ્તાફ હૈદરભાઈ ભટ્ટી અને હનીફાબેન સૈયદભાઈ જેડા રહે. બન્ને કુલીનગર, વીસીપરા મોરબી વાળાને ઝડપી લઈ રીક્ષા સહિત રૂ.1,22,000નો મુદ્દામાલ કબ્જે લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.જ્યારે બીજા દરોડામાં તાલુકા પોલીસે બેલા રંગપર ગામની સીમમાં ખોખરા હનુમાનજી મંદિર નજીક જાહેરમાં દારૂનો અડ્ડો ચલાવી રહેલા આરોપી અરુણ રતિલાલ સિરોયા રહે.વીસીપરા વાળાને ઝડપી લઈ 120 લીટર દેશી દારૂ કબ્જે કરી પૂછતાછ કરતા આરોપી ઇમરાન ઉર્ફે લાલો મુસાભાઈ કુરેશીના કહેવાથી અહીં દેશી દારૂ રાખી વેચાણ કરી રહ્યો હોવાનું કબુલતા પોલીસે 24 હજારનો માલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ બન્ને વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.