મોરબી : મોરબી તાલુકાના જુના ઘાંટીલા ઉમિયા પરિવાર સોશિયલ ગૃપ દ્વારા તા. 31 ડિસેમ્બરને રવિવારે સાંજે 4 કલાકે ધુનડા રોડ પર આવેલા ઉજ્જવલ પાર્ટી પ્લોટ ખાતે સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબી તાલુકાના જુના ઘાંટીલા ગામના વતની પાટીદાર સમાજના આ સ્નેહમિલન કાર્યક્રમની સાથે પાટીદાર સમાજના તેજસ્વી તારલાઓને શિલ્ડ તેમજ પ્રમાણપત્ર એનાયત કરીને સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં બગથળાના નકલંકધામના મહંત દામજીભગત ઉપસ્થિત રહી આર્શિવચન પાઠવશે. તેમજ મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સહીતના મહેમાનો ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમને સફળ બનાવવા ગૃપના પ્રમુખ જ્યંતિલાલ પ્રભુભાઈ સબાપરા, ઉપપ્રમુખ હાર્દિકભાઈ કરસનભાઈ વિડજા, શાંતિલાલ ભવાનભાઈ ગઢીયા, મંત્રી રાજેશભાઈ દેવજીભાઈ ઉભડીયા સહીતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.