મોરબી ઝોનમાં SSC વિજ્ઞાન વિષયમાં 719 હાજર અને 213 ગેરહાજર રહ્યા, જ્યારે HSC ગુજરાતી વિષયમાં 31 હાજર અને 15 ગેરહાજર રહ્યામોરબી: મોરબીમાં SSC ની અને HSC ની પૂરક પુનઃ પરીક્ષાઓ ચાલી રહી છે. જેમાં તારીખ 15-06-2026 ના રોજ ધોરણ 10 મા વિજ્ઞાન અને ધોરણ 12 માં ગુજરાતી વિષયની પરીક્ષાઓ યોજાય હતી. SSC મોરબી ઝોન 125 માટે ગુજરાતી માધ્યમમાં કુલ 919 વિદ્યાર્થીઓ હતા, જેમાંથી 707 વિદ્યાર્થીઓ હાજર અને 212 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. અંગ્રેજી માધ્યમમાં કુલ 13 વિદ્યાર્થીઓમાંથી 12 હાજર અને 1 ગેરહાજર રહ્યો હતો. ઝોનલ અધિકારીની માહિતી મુજબ આ ઝોનમાં કુલ 932 નોંધાયેલ વિદ્યાર્થીઓમાંથી 719 હાજર અને 213 ગેરહાજર નોંધાયા હતા.HSC ની પરીક્ષામાં મોરબી ઝોન - 35 માં ગુજરાતી FL - 1 વિષયની પરીક્ષા લેવાઈ હતી. આ પરીક્ષામાં ગુજરાતી માધ્યમના કુલ 46 વિદ્યાર્થીઓમાંથી 31 હાજર રહ્યા હતા અને 15 ગેરહાજર નોંધાયા હતા. અંગ્રેજી માધ્યમમાં હાજર, ગેરહાજર અને કુલ સંખ્યા 0 નોંધાઈ હતી.#Morbi #MorbiUpdate #Education #SSCExam #HSCExam #BoardExam2026 #MorbiNews #GujaratBoard