વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામની સીમમાં ડેમી નદીના કાંઠે દેશી દારૂ બનાવવા માટે મોટા પ્રમાણમાં દેશી દારૂનો આથો સંગ્રહ કરવામાં આવ્યો હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે દરોડો પાડી આરોપી મનસુખ જગસીભાઈ સોલંકી રહે.કોટડાનાયાણીની કબ્જા વાળી જગ્યામાંથી 2250 લીટર આથો કિંમત રૂ.56,250 કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.