12800 વિદ્યાર્થીઓએ હાજર રહી સંસ્કૃત, હિન્દી અને સામાજિક વિજ્ઞાનની પરીક્ષા આપીમોરબી: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ 10 (SSC) ની પરીક્ષાના આઠમા દિવસે મોરબી ઝોન-125 માં સંસ્કૃત, હિન્દી અને સામાજિક વિજ્ઞાન વિષયની પરીક્ષા યોજાઈ હતી. જેમાં કુલ 222 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હોવાનું સામે આવ્યું છે.મોરબી ઝોન-125 ના પરીક્ષા સંચાલન તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, આજ રોજ તારીખ 16/03/2026 ના દિવસે વિવિધ વિષયોની પરીક્ષામાં નોંધાયેલા કુલ 13022 વિદ્યાર્થીઓમાંથી 12800 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જ્યારે 222 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી ન હતી.વિષયવાર પરીક્ષાર્થીઓની વિગત: • સંસ્કૃત (કોડ-17): કુલ 9374 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 9275 હાજર રહ્યા અને 99 ગેરહાજર રહ્યા. • હિન્દી (કોડ-14): કુલ 3633 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 3510 હાજર રહ્યા અને 123 ગેરહાજર રહ્યા. • સામાજિક વિજ્ઞાન (કોડ-503): કુલ 15 વિદ્યાર્થીઓ નોંધાયા હતા અને તમામ 15 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.સમગ્ર મોરબી ઝોનમાં પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. માહિતી મુજબ ગુજરાતી માધ્યમમાં 97 અને અંગ્રેજી/હિન્દી માધ્યમમાં 125 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા છે.#Morbi #MorbiUpdate #SSCBoardExam #Education #BoardExam2026 #StudentLife #GujaratBoard #ExamUpdate