મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ છેલ્લા ત્રણ દિવસથી ઘઉંની મબલખ આવક થઈ રહી છે. આજે 3 એપ્રિલ ને ગુરુવારના રોજ ઘઉં, કપાસ, તુવેર, મગફળી, ધાણા, જીરું, બાજરો, લાલ જુવાર, સુવાદાણા. મેથી, ચણા, એરંડા, રાય અને રાયડો તથા લીલા મરચા રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા વગેરે શાકભાજીની પણ આવક થવા પામી છે. મોરબી યાર્ડમાં આજે 4435 ક્વિન્ટલ એટલે કે 22175 મણ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ આજે 600 રૂપિયા સુધી બોલાયા છે.મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 162 ક્વિન્ટલ કપાસની આવક થઈ છે. કપાસના ઉંચા ભાવ 1450 બોલાયા છે. તુવેરના 1366, જીણી મગફળીના પ્રતિમણ 96, ધાણાના 1352, બાજરાના 447, લાલ જુવારના 964, સુવાદાણાના 1365, મેથીના 896, ચણાના 1064, એરંડાના 1218, રાયના 1252 અને રાયડાના 1067 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 800 રૂપિયા, રીંગણાના 400 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1500 રૂપિયા, ભીંડાના 700 રૂપિયા, ટામેટાના 200 રૂપિયા, કોબીજના 100 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 2600 રૂપિયા, દુધીના 200 રૂપિયા અને સુક્કી ડુંગળીના 320 રૂપિયા ભાવ બોલાયા છે.