પહેલા હેવી લાઈન 11 KVની લાઈન માથે પડતા ભડાકા થયા : ખેડૂત દૂર ટ્રેક્ટર ચલાવતા હોવાથી આબાદ બચાવમોરબી અપડેટ : મોરબીના નીચી માંડલ ગામમાં આજે સાંજના સમયે જેટકો (GETCO)ની 200 KVની હાઈ વોલ્ટેજ લાઈન તૂટી હોવાની ઘટના સામે આવી છે. આ લાઈન ખેતરમાં પડી હોય ખેડૂત ત્યારે દૂર ટ્રેકટર ચલાવી રહ્યા હોવાથી મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી. હેવી લાઈન બીજી 11 KVની લાઈન પર પડ્યોઘટના સમયે ખેડૂત પોતાના ખેતરમાં ટ્રેક્ટર ચલાવી રહ્યા હતા. સદનસીબે જે સમયે આ મહાકાય 220 KV નો તાર તૂટ્યો ત્યારે તેઓ થોડા દૂર હતા, જેના કારણે તેમનો જીવ બચી ગયો હતો. આટલો જાડો તાર જો ટ્રેક્ટર કે કોઈ વ્યક્તિ પર પડ્યો હોત તો મોટો જીવલેણ અકસ્માત સર્જાઈ શક્યો હોત. આ 220 KV નો તાર તૂટીને નીચેથી પસાર થતી 11 KV ની લાઇન પર પડ્યો હતો, જેને કારણે ભયંકર મોટો ધડાકો થયો હતો.30 વર્ષ જૂની જર્જરિત લાઇન, ખેડૂત નવલભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે આ વીજલાઇન અંદાજે 30 થી 32 વર્ષ જૂની એટલે કે વર્ષ 1989-1990 ના સમયની છે. લાઇનના તાર અને થાંભલાઓ સંપૂર્ણપણે સડી ગયા છે અને અત્યંત જર્જરિત હાલતમાં છે. ગત વર્ષે એક થાંભલો બદલવામાં આવ્યો હતો, પરંતુ બાકીની લાઇનનું કોઈ જ નવીનીકરણ કરવામાં આવ્યું નથી. જીવના જોખમ સમાન આ લાઇનનું મેન્ટેનન્સ કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે.અધિકારીઓ ફરકયા પણ નહીંખેડૂતના જણાવ્યા અનુસાર ખેતરમાં આવડી મોટી ઘટના બની હોવા છતાં કંપની કે જેટકોના કોઈ જવાબદાર અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા ન હતા. માત્ર એક જીપ દૂરથી નિરીક્ષણ કરીને જતી રહી હતી, પરંતુ કોઈએ ત્યાં આવીને લાઇન સુધારવાની કે તપાસ કરવાની તસ્દી લીધી ન હતી. ખેડૂતમાં આ જીવલેણ જોખમને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સત્વરે આ જર્જરિત લાઇન બદલવામાં આવે તેવી માંગ ઉઠાવી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #GETCO #NichiMandal #GujaratFarmers #PowerLineIssue #SafetyHazard